ABOUT SCHOOL

Fi 1

ઢીંકવાળી ગામ વિશે પ્રાથમિક માહિતી

બોટાદ શહેરથી ભાવનગર તરફ ના રસ્તે સમઢીયાળા નં-૧ ગામ થી સાળંગપુર તરફના રસ્તે ૨ કિલોમીટર ના અંતરે ઢીંકવાળી ગામ આવેલું છે. ગામ ના પાદર માં ઉતાવળી નદી, નાનકડું તળાવ અને તળાવ ના એક કિનારે ગામની શોભા વધારતું શ્રી રામેશ્વર મહાદેવ નું મંદિર અને બીજી તરફ ગામ ની પ્રાથમિક શાળા આવેલી છે.

આશરે ૧૨૭૫ વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં કણબી, કોળી અને ભરવાડ જ્ઞાતિની વસ્તી મુખ્ય છે. આ ઉપરાંત ગામ માં કાઠી, હરિજન, ભંગી, બાબર વગેરે જ્ઞાતિ ના લોકો પણ વસે છે.કાળી અને ગોરાડુ જમીન ધરાવતા આ ગામ નો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત હીરાઉદ્યોગ, પશુપાલન અને છૂટક મજૂરી જેવી અર્થોપાર્જન ની પ્રવૃત્તિ પણ આ ગામ ના લોકો કરે છે. ખેતીમાં કપાસ તેમજ અનાજ ના અન્ય પાકો પણ લેવાય છે. ગામ ના કેટલાક લોકો કમાણી અર્થે બોટાદ, ભાવનગર અને સુરત જેવા શહેરોમાં પણ વસવાટ કરે છે. જયારે કેટલાક લોકો ધંધાર્થે બોટાદ આવ-જા કરે છે.

આ ગામ ની  આજુબાજુ સમઢીયાળા-૧ ,શેરથલી,લાઠીદડ,તથા સુવિખ્યાત યાત્રાધામ સારંગપુર આવેલા છે . આ ગામ બોટાદ તરફ પાકા રસ્તા અને અન્ય તરફ કાચા રસ્તાઓ થી જોડાયેલું છે . વાહનવ્યવહાર માટે એક પણ સરકારી બસ આવતા ન હોવાથી ખાનગી વાહનો નો ઉપયોગ થાય છે.

 • શાળા નો ગૌરવ પરિચય.

આ શાળામાં હાલ માં આઠ શિક્ષક ભાઈ-બહેનો અને ૨૪૬ વિદ્યાર્થીઓ છે. શાળાને વિકાસ ના પંથે લઇ જવાનો શુભ સંકલ્પ કરી શાળાપરિવાર,ગામના આગેવાનો,નાગરિકો અને બાળકો એ જે સહિયારા પ્રયાસો કાર્ય તેની ઉપર થોડી નજર નાખીયે .

બોટાદ તરફ ના રસ્તેથી ગામમાં પ્રવેશતા શ્રી ઢીંકવાળી ગામનું વિદ્યા સંકુલ.

 • શાળાના જુના સંકુલમાં ફક્ત પાંચ જ વર્ગખંડો હતા જયારે ધોરણ આઠ સુધી હોવાથી ઘટતા વર્ગો માટે ગામલોકોના સહકારથી વિશાળ જગ્યા મેળવી.અને પછીથી સરકાર શ્રી ની સહાયથી નવા વર્ગખંડો નવા સંકુલમાં બનાવતા આજે સમગ્ર શાળા એક જ જગ્યા એ નવા સંકુલમાં છે.
 • બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોથી શાળાના સમગ્ર સંકુલને વૃક્ષોથી હર્યુંભર્યું નંદનવનસમું બનાવ્યું.
 • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ બી.આર.સી કોઓર્ડીનેટર તથા સી.આર.સી કોઓર્ડીનેટર ના સતત માર્ગદર્શન થી આગળ વધતી શાળા.

 • ગુણોત્સવમાં દર વર્ષે તાલુકા સ્તરે સૌથીવધુ ગુણ મેળવતી શાળા.
 • ગ્રામજનોના લોકફાળાથી કમ્પ્યુટર વસાવનાર તાલુકાની પ્રથમ શાળા.
 • ધોરણ-૭ ના વિદ્યાર્થીઓ એ વિદાય પ્રસંગે બચત બેંકની રકમમાંથી શાળાને કમ્પ્યુટર ભેટ આપ્યું.
 • શાળામાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

 • શાળા તરફથી દર વર્ષે પ્રવેશપાત્ર બાળકો ની સરખામણી એ સો ટકા સંખ્યા શાળા માં પ્રવેશ મેળવે છે.
 • બાળકો નો ડ્રોપઆઉટ દર શૂન્ય ટકા છે.
 • જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શાળા ગુણવત્તા એવોર્ડ વર્ષ-૨૦૦૯ માં પ્રાપ્ત થયો.
 • શાળા ને વર્ષ-૨૦૧૧ માં બોટાદ બ્લોકની શ્રેષ્ઠ એસ.એમ.સી. નું સન્માન પ્રાપ્ત થયું.
 • રાજ્યના નાણાંમંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને બોટાદ ના ધારાસભ્ય શ્રી ટી.ડી.મણીયા સાહેબે પોતાની શાળા મુલાકાતમાં થયેલા સુખદ અનુભવો અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો સમક્ષ વર્ણવ્યાં.
 • વર્ષ- 2015 માં રાજ્ય ના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના વરદ હસ્તે શ્રેષ્ઠ શાળા નું સન્માન પ્રાપ્ત થયું.

 • વર્ષ-૨૦૧૬ના ઉનાળા વેકેશનમાં એક અઠવાડિયા માટે વિવિધ પ્રવૃત્તિ સભર વેકેશન સમરકેમ્પનું બાળકો પાસેથી કે સરકારશ્રી પાસેથી કોઈ પણ પ્રકાર ની નાણાંકીય સહાય લીધા વિના સ્વ-ખર્ચે આયોજન કર્યું.
 • પ્રવેસોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં રાજ્યના ઘણા અધિકારીશ્રીઓની શાળા મુલાકાત દરમિયાન શાળાની કામગીરી થી સંતુષ્ટ થઇ વિઝિટબુક માં અભિનંદનવર્ષા કરેલી જોઈ શકાય છે.
 • ગામના બાળકો ઉપરાંત બહારગામ ધંધાર્થે ગયેલા વાલીઓ પણ પોતાના સંતાનોને આ શાળા માં ભણાવવા સંતાનોને પોતાના નિકટના ઘેર મુકે છે.
 • કાકા-દાદા ના કે મામા-ફોઈ ના બાળકો પણ આ ગામ માં પોતાના સાગા ને ત્યાં રહી અભ્યાસ કરે છે.

 • ખેતમજૂરીઅર્થે ગામની ખેતીની જમીન વાવવા રાખતા બહારગામના પરિવારો પણ પોતાના સંતાનોને આ ગામની શાળા માં અભ્યાસ કરાવવાના હેતુથી લાંબોસમય સુધી આ ગામની જમીન જ વાવવા રાખે છે.
 • દરેક ધોરણમાં બાળકો ને વિવિધ પ્રવૃત્તિલક્ષી,પ્રયોગલખી જ્ઞાન આપવામાં આવે છે.
 • ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં શાળાના બાળકો તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.
 • રમતોત્સવમાં શાળાના બાળકોએ તાલુકા,જિલ્લા અને કક્ષા સુધી શાળાના નામ ને ગુંજતું કર્યું.
 • શાળામાં નવરાત્રી,ધુળેટી,મેજીક શો,પતંગોત્સવ,રક્ષાબંધન તેમજ દરેક રાષ્ટ્રીય તહેવારો હોંશભેર ઉજવવામાં  આવે છે.

 • બાળકોમાટે વક્તૃત્વ હરીફાઈ ,કવીઝ,ચિત્ર સ્પર્ધા,પ્રવાસ,લેખન સ્પર્ધા,રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે ની સમયાંતરે ઉજવણી થાય છે.
 • આ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ સારો દેખાવ કરનાર બાળકો ને શાળા તરફથી બનાવડાવેલ પ્રમાણપત્રો આપી સન્માનવામાં આવે છે .

 • દરેક બાળક ના જન્મદિવસ ની ઉજવણી નિયમિત પણે પ્રાર્થનાસભામાં થાય છે. જેમાં બાળકને જન્મદિન અભિનંદન પત્ર આપવામાં આવે છે.
 • વિજ્ઞાન નગરી ભાવનગર દ્વારા લેવાતીS.O અને I .C .O જેવી પરીક્ષાઓ નું શાળામાં જ કેન્દ્ર હોવાથી ધોરણ ૪ થી ૮ ના બાળકો તે પરીક્ષા આપે છે.જેનાથી તેમના બાહ્ય જ્ઞાન માં વૃદ્ધિ થાય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો હાઉ દૂર થાય છે.
 • શાળા ના ધોરણ-૫ અને ધોરણ-૮ ના બાળકો સ્કોલરશીપ ની પરીક્ષા માં ભાગ લે છે.

 • જવાહર નવોદય વિદ્યાલય માં શાળાના ૪ વિદ્યાર્થીઓ પસંદ થયેલા છે.
 • સરકારશ્રી ના BALA પ્રોજેક્ટ અંતર્ગત શાળાના ભૌતિક વાતાવરણને સમ્રૃધ્ધ બનાવ્યું.
 • રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માં હાલમાં ચાલતા “પ્રજ્ઞા”અભિગમ અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ માં રાજ્ય નો પાયલોટ પ્રોજેક્ટ અમારી શાળામાં અમલમાં મુક્યો.જેમાં સમગ્ર રાજ્ય ના શિક્ષકોને મુંજવતી મુશ્કેલીઓ દૂર કરી સમગ્ર અભિગમને સફળતા તરફ લઇ જવાનો સુંદર પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો.
 • રાજ્યના “પ્રજ્ઞા” કોર ટીમના સભ્યોની મુલાકાત સમયે તેમનો પણ હકારાત્મક અભિગમ રહ્યો અને શાળાની આ કામગીરીની પણ પ્રસંશા કરી.
 • દાતાઓએ શાળાની આ કામગીરીથી સંતુષ્ટ થઇ વોટરકુલર,કમ્પ્યુટર,સબમર્સીબલ મોટર, બેસવા માટે બાંકડા ,ડીપ ઇરીગેશન શાળાનો દરવાજો ,સ્ટેજ તેમજ મુખ્ય ગેટ ના બાંધકામ માટે હોંશભેર દાનની સરવાણી વહાવી.