નજદીકી ફરવા લાયક સ્થળો

સારંગપુર

કષ્ટભંજન હનુમાનજી મંદિર

કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે સાળંગપુરના હનુમાન તરિકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામનાં દરબાર વાઘાખાચરને વ્યવહારે મંદુ હતું ત્યારે ભગવાન સ્વામીનારાયણનાં પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજી ની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવીજ પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે પૂ. શાસ્ત્રીજી મહારાજે બાંધી આપ્યું હતું જેમણે લગભગ ઇ.સ. ૧૮૮૦ ની આજુબાજુ મહંત પદવી શોભાવી હતી [૧]. આ સ્થળ ઢીંકવાળી થી આશરે ૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

સારંગપુર

ભક્ત સાથે ભગવાનની પુજા કરવાના સિદ્ધાંત માટે આ જ શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી અક્ષરપુરુષોત્તમ માટે બોચાસણમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સારંગપુરમાં મંદિરની ધામધૂમ પૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલ પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણીય સંત તાલિમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિધ્યામંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી-ધૂળેટી ઉત્સવની BAPS સંસ્થાનાં પ્રમુખ સ્વામી મહારાજ હજ્જારોની જન-મેદની વચ્ચે ઉજવણી કરે છે.

શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર

સમઢીયાળા

ત્રિવેણી આશ્રમ

ત્રિવેણી આશ્રમ

કુંડળ

સ્વામિનારાયણ મંદિર

સ્વામિનારાયણ મંદિર