બેન્કિંગ છેતરપિંડી થી કેવી રીતે બચીશું ?????

પ્રિય ગ્રામ જનો,

                    અહી દર્શાવેલા સમાચાર જાન્યુઆરી ૨૦૧૭ માં બનેલી એક ઘટના ના છે.એ વાત સાચી છે કે આ સમય માં થઈ રહેલા ઝડપી આધુનિકરણ સાથે સૌને કદમ મિલાવવા છે.તેમજ સૌને સરળતા અને પ્રગતિ ની દિશામાં આગળ વધવું છે.જેટલીજ પ્રગતિ ની જરૂર છે તેટલીજ સાવચેતી ની પણ જરૂર છે.આજ કલ સરકાર ડીજીટાલીઝશન ને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનો એક ભાગ બેન્કિંગ વ્યવસ્થા પણ છે.જે અંતર્ગત ઈ-વોલેટ,ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ,તેમજ નેટ બેન્કિંગ વાપરવા પ્રોત્સાહન આપાય રહ્યું છે.ચોર લોકો દ્વારા આ સવલતો વાપરતા માણસો ને છેતરવાના કિસ્સા રોજ બરોજ વધી રહ્યા છે. ત્યારે આવી પ્રવૃત્તિ ને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે.આ છેતરપિંડી થી સાવચેત રહેવા ઓનલાયન ખરીદી ની પ્રક્રિયા સમજવી જરૂરી છે.

ઓનલાયન ખરીદી ના પેમેન્ટ ની પ્રક્રિયા….

સ્ટેપ-૧  સૌ પ્રથમ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર રહેલા ૧૬ અંક નો નંબર,એક્સપાયરી ડેટ,નામ અને કાર્ડ ની પાછળ સફેદ પટ્ટી માં આપેલ ૩ અંક નો  નંબર નાખવાનો હોય છે.આ ૩ અંક ના નંબર ને સીવીવી (કાર્ડ વેરિફિકેશન વૅલ્યુ)કહે છે.
સ્ટેપ-૨   જે તે બેન્ક સાથે ના રજીસ્ટરેડ મોબાઈલ નંબર પર ઓટીપી (વન ટાયમ પાસવર્ડ)આવે છે.જેના ઉપયોગ થી આ પ્રક્રિયા પુરી થાય  છે.

ધ્યાન મા રાખવા જેવી બાબતો….

  • મોટા ભાગ ની બેંકો માં નોટિસ બોર્ડ લગાવેલા હોય છે કે બેન્ક કર્મચારી તેમજ સરકારી કર્મચારી તમારી પાસે ક્યારેય પાસવર્ડ તેમજ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ને સંલગ્ન ગુપ્ત માહિતી માંગી શકતા નથી જેવી કે ઓટીપી, સીવીવી .તેમજ કોઈ માંગે તો તમારે આપવી જોયે નહિ.જો કોઈ ફોન પર આવી માહિતી માંગે તો તમે તેનો કોલ રેકોર્ડ કરી કાયદેસર ની કાર્યવહી કરી શકો છો.
  • બેન્કિંગ ડિટેલ કોમ્પ્યુટર,લેપટોપ,મોબાઈલ જેવા ઉપકરણો માં ઉપયોગ કરતા સમયે બીજી વ્યક્તિ જોતી તો નથી ને તેનું અચૂક ધ્યાન રાખવું જોયે.જો મોબાઈલ માં ઈ-વોલેટ જેવા કે પે ટીએમ ,ફ્રી ચાર્જ નો ઉપયોગ કરતા હોવ તો એપ્લિકેશન લોક રાખવો જોયે અથવા તો મોબાઈલ લોક કે પેટર્ન લોક રાખવો જોયે.

જાણવા જેવી બાબતો….

આજ કાલ સાયબર ક્રયામ વિવિધ કિસ્સા બનતા હોય છે.(1) વિમાની પોલિસી બાબતે ફોન આવે અને આપણા વિષે અગત્યની માહિતી જાણી છેતરપીંડી કરે છે (2) તમે મોંઘો મોબયલ ફોન ફક્ત થોડા રૂપિયા માં જીત્યા છો એવો ફોન આવે અને તમે તે થોડા રૂપિયા પેલા ભરો અને પછી ફોન ની ડિલિવરી મળશે અને પછી કાય મળતું નથી.આવી રીતે પણ છેતરપિંડી થતી હોય છે. (3) આરબીઆઈ માંથી બોલું છું કહી અને તમારા ક્રેડિટ કાર્ડ ની ડિટેલ માંગવી અને છેતરપિંડી કરવી.આવા બધા ફોન થી ડર્યા વગર કે તેની વાત માં આવ્યા વગર તેના પ્રૂફ જેવા કે કોલ રેકોર્ડિંગ, મોબયલ નંબર સાચવી રાખી કાયદેસર ની કાર્યવાહી કરવી જોયે.તેમ છતાં કોઈ સંજોગોમાં રૂપિયા ગયા હોય તો જે તે બેન્કમાં જઈ ડિસ્પ્યુટ ફોર્મ ભરી તે નાણાકીય વ્યવહાર ને અટકાવી શકાય છે પરંતુ આમ ૩-૪ દિવસ માં કરવું જોયે.અને જો આ રૂપિયા સીધા જ ઈ-વોલેટ માં ટ્રાન્સફર થયા હોય તો પાછા મળવાની શક્યતા લગભગ નહિવત છે.જેથી સાવચેતી અનિવાર્ય છે.

-ધન્યવાદ

Prevention is better than Cure