Top background for mobile (hidden)
Top background for Desktop(hidden)

ઢીકવાળી। ……..કુદરતી સાનિધ્ય માં આવેલું એક ગોકુળિયું ગામ. ગુજરાત ના બોટાદ તાલુકા ના 52 ગામ પૈકી નું એક ગામ જે બોટાદ થી 9 કિલોમીટર ના અંતર ભાવનગર રોડ  પાર સમઢીયાળા-1 ની ઉગમણી દિશા માં વસેલું છે.

ગામ ની જન  સંખ્યા  2011 પ્રમાણે 1276 છે. ગામ માં મુખ્ય વ્યવશાય ખેતી વાડી, પશુ પાલન અને હીરા પોલિશિંગ નો છે.

ઇતિહાસ

ઢીકવાળી ગામ નો જન્મ લગભગ 100 વર્ષ પેહલા થયો હશે પણ તેના કોઈ પુરાવા હાલ માં નથી. ગામ નું વિદ્યુતીકરણ 1983 માં થયું અને 2004 થી 24 કલાક વીજળી મળવા ની સુરુવાત થઇ. ગામ ને પાક્કા રોડ થી 1999 માં જોડવા માં આવ્યું અને 2001 માં પીવા માટે નર્મદા ના નીર ગામ સુધી પોંહચીયા।

ગામ દેશ ના વિકાસ સાથે દિવસે અને દિવસે નવી ઉંચાઈઓ સર કરી રહીઓ છે. સમય સાથે ઘણા બધા લોકો ગામ છોડી બોટાદ, ભાવનગર અને સુરત માં સ્થાયી થયા છે.

61% સાક્ષરતા

સુવિધાઓ

શાળા
ગેસ લાઈન
ભૂગર્ભ ગટર
શેરી લાઈટ
આર સી સી માર્ગો
પીવાનું પાણી

ગેસ લાઈન

ભૂગર્ભ ગટર

શેરી લાઈટ

આર સી સી માર્ગો

24 કલાક પીવાનું પાણી

શાળા

ગામ માં શાળા ની સ્થાપના ૧૯૭૬ માં થઈ અને આ શાળા એ ગામ અને સમાજ ને સારા ડોક્ટર, ઇજનેરો, શિક્ષકો અને ધંધાર્થીઓ આપ્યા છે. એક વર્ગ ખાંડ થી ચાલુ થયેલી શાળા અત્યાધુનિક બની ગઈ છે. ઉત્તમ અને યુવા શિક્ષકો ની ટીમ વિધાર્થીઓ ને સફળતા ના શિખરોસર કરવી રહી છે. હાલ ૨૦૦ વિઘાર્થીઓ શાળા માં ભણી રહિયા છે. શાળા દરેક ઉત્સવ હરસોઉલ્લાસ સાથે ઉજવાઇ છે. શેહરો ની ખાનગી શાળા ઑ ની ખોટી ચમક દમક વચ્ચે એક ઉત્તમ શાળા નું ઉદાહરણ પૂરું પાડેછે.

કેવી રીતે પોંહચવું

નજીક નું મોટું શહેર બોટાદ છે.બોટાદ શહેર અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે. બોટાદ જંકશન રેલ્વે સ્ટેશનથી પુણે, હૈદરાબાદ, કાકીનાડા, આસનસોલ, દિલ્હી સરાઇ રોહિલ્લા અને કોચુવેલી જવા-આવવા માટે સીધી ટ્રેન મળે છે